ગુજરાતમાં શહેરો પરનું દબાણ ઓછું કરવા માટે 5 સેટેલાઇટ ટાઉન વિકસાવાશે
ગુજરાત સરકારે 2030 સુધીમાં
મુખ્ય શહેરો પરનું દબાણ ઘટાડવા માટે મેટ્રો જેવી સુવિધાઓ અને આર્થિક ક્ષમતા ધરાવતા પાંચ સેટેલાઇટ ટાઉન બનવાની યોજના તૈયાર કરી છે. અમદાવાદ નજીકના સાણંદ, સાવલી (વડોદરા), કલોલ (ગાંધીનગર), બારડોલી (સુરત) અને હિરાસર (રાજકોટ)ને
સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે.