આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા
આદિવાસી નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. ભરૂચ અને
નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં દાયકાઓથી દબદબો ધરાવતા નેતા દાહોદ ખાતે યોજાયેલી કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન કોંગ્રેસમાં જોડાયા હતાં.